કાળઝાળ ગરમીમાંથી રાહત મળે તેવા સમચાર

૧૨ એપ્રિલ પછી તાપમાનમાં સતત ૨-૩ ડિગ્રીનો વધારો થશે. ૧૫-૧૬-૧૭ એપ્રિલ માટે ગરમીની આગાહી.

ગરમી અંગે હવામાન વિભાગની આગાહી બહાર આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે અને તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગે 12 એપ્રિલ સુધીમાં ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી કરી છે.

૧૨ એપ્રિલ પછી તાપમાનમાં સતત ૨-૩ ડિગ્રીનો વધારો થશે. ૧૫-૧૬-૧૭ એપ્રિલના રોજ ભારે ગરમીની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ગરમ પવન ફૂંકાશે તેવી શક્યતા છે. ૧૮ એપ્રિલથી કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટમાં પવનની દિશા બદલાશે.

હીટ સ્ટ્રોકથી બચવાના ઉપાયો

ઠંડુ પાણી, લીંબુ પાણી, છાશ, ખજૂર ખાંડ, નાળિયેર પાણી, ખાંડની ચાસણી અને ORS જેવા પુષ્કળ પ્રવાહી પીવો.

નાગરિકોએ વધુ પડતી મહેનત ટાળવી જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી તડકા માં આવવાનું ટાળવું જોઈએ, અને ગરમ પવન દરમિયાન બહાર જવાનું શક્ય તેટલું ટાળવું જોઈએ.

ઠંડી રાખવા માટે, તમારા માથા પર ઠંડુ, ભીનું કપડું રાખવું જોઈએ .

ઉપવાસ ટાળો.

મંદિરો, મસ્જિદો, થિયેટર, શોપિંગ મોલ જેવા શાંત સ્થળોની મુલાકાત લેવી
ઘર, ઓફિસ કે અન્ય કામના સ્થળોએ પંખા, કુલર અને એસીનો ઉપયોગ કરવો .

સગર્ભા માતાઓ, નાના બાળકો, વૃદ્ધો, અપંગો અને બીમાર લોકોનું ખાસ ધ્યાન રાખો.

બહાર નીકળતી વખતે સફેદ સુતરાઉ કપડાં પહેરો જે આખા શરીર અને માથાને ઢાંકે, અથવા બહાર નીકળતી વખતે ટોપી, ચશ્મા અને છત્રીનો ઉપયોગ કરો.

બાળકોના નહાવાના પાણીમાં કેસુડાના ફૂલો અને લીમડાના પાનનો ઉપયોગ કરો.

બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ન ખાઓ, બજારમાં મળતો બરફનો ઉપયોગ પણ ટાળો.

ઘરની છત પર સફેદ રંગ, સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવો, જેનાથી ઘરનું તાપમાન ઓછું થશે.

લીંબૂ પાણી પીવું જોઈએ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *