ચૈત્ર પૂર્ણિમા ૧૨ એપ્રિલ ૨૦૨૪ ના રોજ છે. જેને હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે, હનુમાન જયંતિની ઉજવણી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. નવસારીના વીરવાડી હનુમાનજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવશે.
અહીં દર વર્ષે હનુમાન જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વીરવાડી હનુમાનજી મંદિરને દક્ષિણ ગુજરાતનું નાનું સારંગપુર માનવામાં આવે છે. હનુમાન જયંતિ પર એક લાખથી વધુ ભક્તો વીરવાડી મંદિરમાં આવે તેવી અપેક્ષા છે.
એક સાંસ્કૃતિક શહેર ગણાતા નવસારીમાં ઘણા દેવી-દેવતાઓને સમર્પિત મંદિરો પણ બનાવામાં આવ્યા છે . ૪૦૦ વર્ષ જૂનું વીરવાડી હનુમાનજી મંદિર પણ આ મંદિરોમાંનું એક છે. આગામી હનુમાન જયંતિ પર અહીં ભવ્ય ઉજવણીનું આયોજન ધામ ધૂમ થી કરવામાં આવશે. હનુમાન જયંતિ નિમિત્તે દાદાને સોનાના પાનથી શણગારવામાં આવશે. આ જોવા માટે હજારો ભક્તો ઉમટી પડશે. તેથી, મંદિરમાં 40,000 થી વધુ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.