જૂનાગઢ જિલ્લાની રોજગાર કચેરી અને જામનગર સોલાર મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા ગુરુવાર ૧૧ એપ્રિલ ૨૦૨૫ ના રોજ બેરોજગાર યુવાનો માટે એક ખાસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. નોકરી ઇચ્છતા બેરોજગાર યુવાનોને તેમના શિક્ષણ અને લાયકાતના પ્રમાણપત્રો સાથે સવારે ૧૧:૦૦ વાગ્યે જિલ્લા રોજગાર કચેરી ખાતે હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે.
બેરોજગારો માટે રોજગારની તક
જૂનાગઢ જિલ્લાની રોજગાર કચેરી સરદાર બાગ ખાતે બેરોજગાર યુવાનો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ ખાનગી કંપનીઓમાં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોને તેમના અભ્યાસના પુરાવા અને ટેકનિકલ કાર્ય પ્રમાણપત્રો અને અનુભવ સાથે સ્વખર્ચે જિલ્લા રોજગાર કચેરી, સરદાર બાગ બહુમાળી ભવન ખાતે આવવા વિનંતી છે. જામનગરમાં એક સૌર ઉર્જા ઉત્પાદન કંપની મશીન ઓપરેટરો માટે ભરતી ઝુંબેશ હાથ ધરશે, જે બેરોજગાર લોકોને તેમની લાયકાત અને અનુભવના આધારે ખાનગી નોકરીઓ મેળવવાની તકો પૂરી પાડશે.