એપ્રિલની શરૂઆતમાં દેશના ઘણા રાજ્યોમાં ભારે ગરમી પડે છે, જેના કારણે લોકો પરેશાન છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે હીટ વેવ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા અને મહારાષ્ટ્રમાં પણ ગરમીનું મોજું અને ગરમ પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગ અનુસાર, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં તાપમાન 43-46 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું.
બુધવારે કચ્છ જિલ્લાના કંડલામાં ૪૫.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજસ્થાનના બાડમેરમાં ૪૪.૩ ડિગ્રી સેલ્સિયસ અને પિલાનીમાં ૪૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. મહારાષ્ટ્રના જલગાંવ અને અકોલામાં મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એમપીના રતલામમાં તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.