સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દુબઈ જવા માટે 150થી વધુ મુસાફરો સાથે ઉડાન ભરેલી ઇન્ડિગોની ફ્લાઈટમાં મધદરિયે અચાનક એક એન્જિનમાં ખામી સર્જાતા હડકંપ મચ્યો હતો.
પાયલોટે તાત્કાલિક ATC સાથે સંપર્ક સાધી ફ્લાઈટને સુરક્ષિત રીતે અમદાવાદ ડાયવર્ટ કરી હતી.
સુરક્ષાને પ્રાથમિકતા આપતાં પાયલોટે વિમાનને અમદાવાદ એરપોર્ટ પર સલામત રીતે ઉતાર્યું હતું. ઘટનામાં તમામ મુસાફરો સુરક્ષિત છે.