સુરતથી અતિ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ફરી એકવાર રત્ન કલાકારો પર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા મિલેનિયમ બિલ્ડિંગમાં આવેલી નઓફ જેમ્સ નામની કંપનીમાં એક ચોંકાવનારી ઘટના બની છે.
જેમાં પાણી પીધા પછી 50 થી વધુ રત્ન કલાકારો બીમાર પડ્યા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈએ અનાજ માટે વપરાતી દવા ભેળવી દીધી હોવાની શંકા જણાઈ છે. જ્યારે પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી, ત્યારે ફિલ્ટર પાસે સેલ્ફોસ દવાની બોટલ પણ મળી આવી.
૫૦ થી વધુ રત્નકલાકારો પડ્યા બીમાર
સુરતના કાપોદ્રા વિસ્તારમાં પાણી પીધા બાદ રત્નકલાકારોની તબિયત બગડી હોવાનું સામે આવ્યું છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા નઓફ જેમ્સના 50 થી વધુ રત્નકલાકારો ઝેરી દવાઓના શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એવી શંકા છે કે પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈએ અનાજ માં વાપરવાની દવા એમાં નાખી હશે. બધા રત્નકલાકારોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસ ઘટનાની વધુ તપાસ હાથ ધરી રહી છે.