2025 ના પહેલા ક્વાર્ટરમાં સોનાના ભાવ નું સ્તર ઉચ સ્તરે પોચ્યું છે . જાન્યુઆરી અને માર્ચ વચ્ચે સોનાનો ભાવ ઔંસ દીઠ $3,125 ને વટાવી ગયો છે. અને સાથે સાથે લગભગ 19 % જેટલો વધ્યો છે, જે 1986 પછીનો બીજા નંબરનો મોટો ત્રિમાસિક વધારો છે. 1986 માં સોનામાં 23.93 ટકાનો વધારો થયો હતો.
સોનાનો ભાવ આટલો બધો વધારે કેમ છે ?
અમેરિકા દ્વારા નવા ટેરિફ લાદવાથી ફુગાવો વધવાની શક્યતાએ વધુ જોર પકડ્યું છે. ટ્રમ્પે 2 એપ્રિલે પારસ્પરિક ટેરિફ અને 3 એપ્રિલે ઓટોમોબાઈલ ટેરિફ પણ લાદ્યા હતા.
ભારતીય રિઝર્વ બેંકે ગઈકાલે રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. કેન્દ્રીય બેંકો દ્વારા મોટા પાયે ખરીદી કરવામાં આવી છે. આ સાથે વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સતત સોનું ખરીદી રહી છે. સોના સંબંધિત ETFમાં પણ રોકાણકારોનો રસ વધી રહયો છે .