દીકરીના લગ્નમાં એક પરિવારે કરી નવી પહેલ,જાણો

મોરબીના રાપર ગામમાં રહેતા રાજેશભાઈ મનજીભાઈ દસાડિયા અને તેમના પત્ની સંગીતાબેન રાજેશભાઈ દસાડિયાની દીકરી આરતીના લગ્નનો આજે પ્રસંગ હતો ત્યારે પરિવારના લોકો, ગામના લોકો, સમાજના લોકો અને જાનૈયાઓની સહિતના લોકો હાજર હતા,પછી રાજેશભાઈ અને તેમના પત્નીએ દીકરીને ઘણી ભેટો આપી, જેમાં સોના-ચાંદીના સિક્કાનો પણ સમાવેશ થાય છે.તેની સાથોસાથ એકની એક દીકરીના લગ્ન પ્રસંગે રાજેશભાઈ દસાડીયા તેમના પત્ની તથા માતા-પિતા, ભાઈ-ભાભી, બહેન-બનેવી સહિત મળીને તેમના પરિવારના કુલ 12 વ્યક્તિઓ દ્વારા અંગદાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે અને મૃત્યુ પછી તેમના શરીરના અંગો અન્ય લોકોને જીવનદાન રૂપી સાબિત થાય તે માટે થઈને આ અંગદાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

દીકરીના પિતા રાજેશભાઈ દ્વારા પોતાના દીકરીના લગ્ન પ્રસંગે કંઈક સમાજને પ્રેરણ મળે તેવું કાર્ય કરવાનું ઈચ્છતા હતા. મોરબીના નાનીવાવડી ગામમાં આવેલા માનવસેવા ગ્રુપના વિપુલભાઈ પડસુંબીયા અને તેની ટિમ સમક્ષ વ્યક્ત કરી હતી અને ત્યારે તેઓએ દીકરીના લગ્ન પ્રસંગે અંગદાનનો સંકલ્પ કરવામાં આવે તેના માટે પ્રેરણા આપી હતી અને જો અંગદાનનો સંકલ્પ લેવામાં આવે તો તેનાથી અન્ય લોકોને શુ ફાયદો થશે તેના વિશેની માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું જેથી દસાડિયા પરિવાર દ્વારા એક દિવસ સહુ કોઈનું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે મૃત્યુ પછી પણ અન્ય લોકોને જીવનદાન મળે તે માટે થઈને અંગદાનનો સંકલ્પ કરવા માટેનો નિર્ણય કર્યો હતો અને રાજેશભાઈ દસાડિયાએ પોતાની એકની એક દીકરીના લગ્ન પ્રસંગે કન્યા વિદાયની સાથે જ તેના પરિવાર સાથે અંગદાનનો સંકલ્પ કર્યો છે જેને સાંસદે પણ બિરદાવેલ છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોમાં જાગૃતિ વધવાને કારણે, નેત્રદાન, અંગદાન વગેરે જેવા સામાજિક સંકલ્પો લેવામાં આવ્યા છે. એવું જોવા મળ્યું છે કે તે કાર્યક્રમો દરમિયાન પણ કદાચ દીકરીના લગ્ન દરમિયાન કરવામાં આવે છે. માતા-પિતા, દાદા-દાદી, કાકા-કાકી અને કાકા-કાકી સહિત એક જ પરિવારના 12 લોકો સાથે તેમને વિદાય. આ કદાચ પહેલી ઘટના હશે જ્યારે કોઈ વ્યક્તિએ અંગોનું દાન કરવાની પ્રતિજ્ઞા લીધી હોય. જે ભવિષ્યમાં અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *