ઓપરેશન સિંદૂર માટે સચિન તેંડુલકરે પીએમ મોદી તેમજ ત્રણેય સશસ્ત્ર દળોની કરી પ્રશંસા

વિશ્વના મહાન ક્રિકેટરોમાંના એક સચિન તેંડુલકરે ‘ઓપરેશન સિંદૂર’ માટે ભારતીય સંરક્ષણ દળો તેમજ દેશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. આ ઓપરેશન ભારતની મજબૂત નીતિ અને આતંકવાદ સામે એકતાનું પ્રતીક પણ બની ગયું છે. સચિને ભારતના ૧.૪ અબજથી પણ વધુ નાગરિકોની એકતા તેમજ ત્રણેય સશસ્ત્ર દળોની બહાદુરી અને વડા પ્રધાન મોદીના નેતૃત્વની ભાવનાત્મક પ્રશંસા કરી પણ કરી છે .

સચિનની સોશિયલ મીડિયા પર પોસ્ટ

સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા ને માટે ભારતીય સંરક્ષણ દળો તેમજ પીએમ મોદીની પ્રશંસા પણ કરી. તેમણે લખ્યું છે કે “ઓપરેશન સિંદૂરમાં ૧.૪ અબજથી વધુ ભારતીયો એક જ થયા હતા. દૃઢ નિશ્ચય અને હિંમત સાથે તેમણે ટીમ ઈન્ડિયા! ના માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ અને ત્રણેય સંરક્ષણ દળોના અથાક પ્રયાસો હેઠળ, અદ્ભુત ટીમવર્ક પણ થયું. સરહદી વિસ્તારોના બહાદુર રક્ષકો અને નાગરિકોનો પણ ખાસ આભાર. જય હિંદ!” આ પોસ્ટમાં સચિને દેશની એકતા અને આતંકવાદ સામેની લડાઈમાં સૈનિકોની બહાદુરીની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રી નરેનદ્ર મોદીજી નું રાષ્ટ્રજોગ સંબોધન

સચિનની પોસ્ટ જ પહેલાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રને એક વીડિયો સંબોધનમાં આતંકવાદ સામે ભારતની કડક નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે પાકિસ્તાનને આતંકવાદનું મુખ્ય કેન્દ્ર પણ ગણાવ્યું તેમજ ‘પરમાણુ બ્લેકમેલ’ની ધમકીઓ છતાં મજબૂત જવાબ આપવાની ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. વડા પ્રધાન મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, “આતંકવાદ અને વાતચીત, આતંક અને વેપાર, અથવા પાણી અને લોહી એકસાથે ચાલી શકે નહીં. પાકિસ્તાન સાથે વાતચીત ફક્ત આતંકવાદના મુદ્દા પર જ થશે. આવું પણ જણાવ્યું.

ભારતનું મજબૂત હવાઈ સંરક્ષણ

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ભારતની મજબૂત વાયુ સંરક્ષણ પ્રણાલીની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલો દ્વારા ભારત પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ ભારતની અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલીએ આકાશમાં જ આ હુમલાઓને નષ્ટ કરી દીધા હતા . પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે જ્યારે પાકિસ્તાન સરહદ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે ભારતે પાકિસ્તાનની છાતી પર જ હુમલો કર્યો, જે દેશની શક્તિ અને સંકલ્પનું પ્રતીક છે.

પાકિસ્તાનનું આતંકવાદી નેટવર્ક

પ્રધાનમંત્રીએ પાકિસ્તાની સેના અને સરકાર પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાનનું આતંકવાદી માળખું તેના પોતાના વિનાશ તરફ જ દોરી જશે. જો પાકિસ્તાન ટકી રહેવા માંગે છે, તો તેણે આ માળખાને સંપૂર્ણપણે તોડી પાડવું પડશે. પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ સામે એક થવા માટે વૈશ્વિક સમુદાયને પણ અપીલ કરી હતી .

સચિનનો આતંકવાદ સામે નો વિરોધી સંદેશ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન અને સદીનો રેકોર્ડ ધરાવતા સચિન તેંડુલકરે અગાઉ ‘ઓપરેશન સિંદૂર’ના પ્રયાસોની પ્રશંસા કરી હતી. જે ૭ મે ના રોજ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું, હતું કે “એકતામાં નિર્ભય, શક્તિમાં અમર્યાદ. ભારતની કરોડરજ્જુ તેના નાગરિકો છે. આ દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી. અમે એક ટીમ છીએ!” આ સંદેશ દ્વારા સચિને દેશની એકતા અને આતંકવાદ સામેની લડાઈને પણ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *