આમિર ખાન ઘણા સમયથી તેની આગામી ફિલ્મ ‘સિતાર જમીન પર’ને લઈને સમાચારમાં છે. તે લાંબા સમય પછી આ ફિલ્મથી પરત ફરી રહ્યો છે. આ ફિલ્મનું શાનદાર ટ્રેલર આજે રિલીઝ થયું છે. ટ્રેલરમાં એક બાસ્કેટબોલ કોચ અને 10 સ્ટાર્સની ટીમ બતાવવામાં આવી છે.
આમિર ખાનનું ફિલ્મ ‘સિતારે જમીન પર’નું ટ્રેલર રિલીઝ થયું . તેમાં 2007 માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ ‘તારે જમીન પર’ ની સિક્વલ છે. આ ફિલ્મ વિશે ઘણા સમયથી ચર્ચા પણ થઈ રહી છે. અગાઉ ટ્રેલર 8 મે ના રોજ લોન્ચ થવાનું હતું, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે નિર્માતાઓએ તેને મુલતવી રાખ્યું હતું. જે હવે થોડા દિવસો પછી લોન્ચ થશે
આમિર ખાનનું ફિલ્મ ‘સિતારે જમીન પર’નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. નિર્માતાઓએ માહિતી આપી છે કે ટ્રેલર આજે રાત્રે દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે. ચાહકો ટ્રેલર પર પોતાનો પ્રેમ ખુબ વરસાવી રહ્યા છે.
આ ફિલ્મમાં આમિર ખાનને જોવા માટે ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.તે ફિલ્મનું ટ્રેલર જોયા પછી, તમે પણ તેની પ્રશંસા કરવાથી પોતાને રોકી શકશો નહીં. ઘણા સમય પછી, આમિર એક અલગ અંદાજમાં જ જોવા મળે છે. આમિરની ફિલ્મોની ખાસ વાત તેનો રમૂજ છે અને તે આ ફિલ્મમાં પણ ખુબ સારો એવો પણ જોવા મળશે.
આ ફિલ્મની વાર્તા એક બાસ્કેટબોલ કોચ વિશે છે જેને સજા તરીકે કેટલાક ખાસ બાળકોને કોચ આપવાનો આદેશ આપવામાં આવે છે. અસામાન્ય બાળકોની આ ટીમ ફિલ્મમાં સંદેશ આપે છે કે દુનિયા માટે સામાન્ય શું છે ? 03:29 સેકન્ડનું આ ટ્રેલર તમારું દિલ જીતી લે તેવું છે .