વડોદરાના નવલખી મેદાનમાં આ વર્ષે ગરબાના આયોજકો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગરબા મહોત્સવ દરમિયાન તિલક કર્યા વગર કોઈને પણ એન્ટ્રી આપવામાં નહીં આવે. આયોજકોના જણાવ્યા મુજબ, આ નિર્ણય ધાર્મિક પરંપરાને જાળવવા અને ભક્તિભાવ વધારવા માટે લેવામાં આવ્યો છે.
નવરાત્રિ દરમિયાન હજારો લોકો ગરબા રમવા માટે નવલખી મેદાન પહોંચે છે, ત્યારે હવે દરેકે તિલક કરીને જ પ્રવેશ મેળવવો ફરજિયાત બનશે.