બિહાર પોલીસ હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 3 આતંકી- હસનૈન અલી, આદિલ હુસૈન અને મોહમ્મદ ઉસ્માન નેપાળના માર્ગે બિહારમાં પ્રવેશ કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.આ આતંકીઓ રાજ્યમાં મોટો હુમલો કરવાની તૈયારીમાં હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
બિહાર પોલીસ હેડક્વાર્ટરે જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે. રિપોર્ટ અનુસાર, હસનૈન અલી રાવલપીંડીનો, આદિલ હુસૈન ઉમરકોટનો અને મોહમ્મદ ઉસ્માન બહવલપુરનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. ત્રણેયના પાસપોર્ટ સંબંધિત માહિતી પણ પોલીસ પાસે પહોંચી છે. જાણવા મળ્યું છે કે આ આતંકીઓ ઓગસ્ટના બીજા સપ્તાહમાં કાઠમાંડુ પહોંચ્યા હતા અને બાદમાં ત્રીજા સપ્તાહે નેપાળ સરહદ મારફતે બિહારમાં પ્રવેશ્યા હતા.